પાલિકા કક્ષાએ વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓને લગતાં કાર્યક્રમો યોજાશે
રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેમજ રાજયના પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ ગ્રામ્ય તથા શહેરીકક્ષાએ ‘સેવાસેતુ’ કાર્યક્રમો યોજવાનું નકકી કરાયું છે. જે અંતર્ગત તાલુકાકક્ષાએ તથા નગરપાલિકા કક્ષાએ આ કાર્યક્રમોનું કચ્છ આખામાં આયોજન કરાયું છે,તેમ નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે.
અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ આપેલી વિગતો અનુસાર આગામી તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ ભુજ ખાતે સેતુ ઓફિસ, વોર્ડઓફિસ, સરપટ નાકા બહાર વોર્ડ નં.૧થી૩ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તા.૨૩/૧૦/૨૦૧૯ના રોજ સહયોગ હોલ, એસ.ટી.બસ સ્ટેશન સામે, ભુજ ખાતે વોર્ડ નં.૪થી૬ માટેનો સેવા સેતુ કાર્યક્રમ રખાયો છે. આ ઉપરાંત તા.૫/૧૧/૨૦૧૯ ના રોજ ભુજની વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્યે વોર્ડ નં.૭ અને ૮ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જયારે તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ ભુજહાટ, રીલાયન્સ મોલ સામે, ભુજ ખાતે વોર્ડ નં.૯ થી૧૧ના નાગરિકો માટે નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
માંડવી ખાતે માંડવી નગરપાલિકા ખાતે તા.૧૯/૧૦/૨૦૧૯ ના રોજ વોર્ડ નં.૪ અને પ, ઉપરાંત તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ વોર્ડ નં.૬થી૯ ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. અંજાર નગરપાલિકા દ્વારા પણ આગામી તા.૧૯/૧૦/૨૦૧૯ ના રોજ નગરપાલિકા કચેરી, સભાખંડ ખાતે વોર્ડ નં.૪ થી ૬ તથા તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ વોર્ડ નં.૭ થી ૯ એમ બે દિવસોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે