વ્યારા પોલીસે ઉનાઈ નાકા ઉપરથી જેકેટમાં સંતાડી લઈ જવાતો પાંચ હજારનો દારૂ ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસે ગત્ રોજ ઉનાઈ નાકા ઉપરથી જેકેટમાં સંતાડી બાઈક ઉપર ગેરકાયદેસર રીતે લઈ જવાતો દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતાં.
વ્યારા પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ, ગત્ તા .૧૧ મીનાં રોજ ( ૧ ) પાઉલભાઈ સંજયભાઈ માવચી તથા ( ૨ ) સુનિલભાઈ રમેશભાઈ માવચી ઉ.વ. ૧૮ , બંને રહેવાસી ખખડા ગામ ચિકારી ફળિયું . તા . નવાપુરએ એકબીજાની મદદગારી કરી પોતાના કબ્બાની મોટર સાયકલ નંબર જી.જે. ૨૬ – પી -૮૮૭૩ ઉપર વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ, દેશી દારૂ સુગંધ સંતરા ૧૮૦ મી.લી. વાળી કંપની શીલબંધ બાટલીઓ નંગ -૯૬ કુલ કિ.રૂ. ૪,૮૦૦ / – જે ૧૭ લિટરનો પ્રોહિબિશન મુદ્દામાલ ગેરકાયદેસર રીતે જેકેટમાં સંતાડી વહન કરતાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
જે અંગે વ્યારા પોલિસ સ્ટેશનમાં નોકરી કરતાં આ.પો.કો. સમુએલભાઈ મનહરભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની વધુ તપાસ હે.કો. દિનેશભાઈ સુપડિયાભાઈ કરી રહ્યાં છે.