વઘઇ પોલીસ દ્વારા માસ્ક અને હેલ્મેટ વગર ફરતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સરકારે જાહેર કરેલા હેલ્મેટ અને માસ્ક પહેરવાનાં ફરજીયાત નિયમને લઇ આજ રોજ ડાંગ જીલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ફોરેસ્ટ ચેક પોસ્ટ ખાતે વઘઇ પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.વસાવાએ ચેકિંગ આંરભયુ હતુ. જે ચેકિંગ દરમિયાન માસ્ક તેમજ હેલ્મેટ પહેર્યા વગર બહાર ફરતા બાઇક ચાલકો સામે પોલીસે લાલઆંખ કરી બાઇક ચાલકો ને ઉભા રાખી રૂ.૫૦૦ લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી માસ્ક તેમજ હેલ્મેટ વગર બહાર નીકળતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. વધુમાં વઘઇ પોલીસ મથકના પી.એસ.આઈ. ડી. ડી. વસાવા એ જણાવ્યું હતું કે હાલ બાઇક ચાલકોના અકસ્માતમાં વધારો જોવા મળી રહયો છે. જેમાં હેલ્મેટ ન પહેરવાનાં કારણે અકસ્માત સમયે માથાનાં ભાગે ઈજા થવાથી ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે જેથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ હેલ્મેટ પહેરીને બહાર નીકળવામાં આવે તો જીવ બચાવી શકાય છે જેથી હેલ્મેટ ફરજીયાત પહેરવું જરૂરી છે. જેની માટે હેલ્મેટ અને માસ્ક વગર ફરતા બાઇક ચાલકો ને દંડ કરી લોકોને સરકાર શ્રીના નિયમોથી માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.