રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ ની ઉજવણી : ઉમરપાડા તાલુકાના કદવાલી ગામે મહિલાઓમાં પોષણ જાગૃતિ અંગે મહિલા શિબીર યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા,૩૦મી સપ્ટેમ્બર સુધી “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ઉમરપાડાના કદવાલી ગામે રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ અંતર્ગત મહિલાઓમાં પોષણ અંગે જાગૃતિ માટે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. વૈજ્ઞાનિક ગીતાબેન ભીમાણીએ શિબિરમા મહિલાઓને પૌષ્ટિક આહાર, કુપોષણને લગતા સ્વાસ્થ્ય સબંધી પ્રશ્નોની વિસ્તુત માહિતી આપી હતી.શિબિરમાં પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ હતી. જેમા સરગવાના મુઠીયા, મગફળીની ચીકી, ઈડલી, ફુદીના હાડવો, સરવગના રોટલા, સરવગના થેપલા બનાવવામાં આવ્યા હતા. વધુ પૌષ્ટિક વાનગીઓને ૧ થી ૩ નંબર આપીને ઇનામ આપી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પૌષ્ટિક આહારને સબંધી માહિતી મળી રહે તે માટે બાળકો માટે પૌષ્ટિક આહાર, સમતોલ આહાર, મગફળીમાં મૂલ્યવર્ધન, અને સોયાબીનમાં મૂલ્યવર્ધક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ મહિલા શિબિરમાં મહિલા સામખ્યના જીલ્લા સંકલન અધિકારી શ્રીમતી મનીષાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહી તેઓએ મહિલાઓને સમગ્ર રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ ની અગત્યતા વિષેની માહિતી આપી હતી.