તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમનું ઈ લોકાર્પણ પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડાના વરદ્ હસ્તે કરાયું

Contact News Publisher

પ્રવાસીઓ માટે રૂા. ૨.૨૨ કરોડના ખર્ચે આકર્ષક ટ્રી હાઉસ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોટીંગ ડેક, મેઈન ગેટ, પાર્કિંગ, લેન્ડ સ્કેપ, લાઈટીંગ પેવમેન્ટ, સાઈનેજ, શૌચાલય વિગેરે સુવિધા ઉભી કરવામાં આવી

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) : તા.૦૮ – કુદરતના ખોળે વસેલા તાપી જિલ્લાના આમણીયા ગામ નજીક આવેલા સુંદર આંબાપાણી ઈકો ટુરિઝમનું ઈ લોકાર્પણ આજરોજ ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ ,પ્રવાસન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.


પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય કક્ષાના પ્રવાસન સ્થળ બને તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ડાંગ જિલ્લાના સાપુતારા તથા તાપી જિલ્લાના આંબાપાણી ના પ્રવાસન સ્થળનું ઈ લોકાર્પણ કરતા પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને બારેમાસ ફરવાલાયક સ્થળો બની રહે તેવા અમારા પ્રયાસ છે. આંબાપાણી ખાતે ગાઢ જંગલો વચ્ચે આવેલા આ પ્રવાસન સ્થળને ઈકો ટુરિઝમ જાહેર કરેલું છે. હાલમાં કોરોના સામે વૈશ્વિક લડાઈ આપણે લડી રહ્યા છીએ. આપણે તકેદારી રાખીને કોરોના સામેની લડાઈમાં જીતીશું. સફાઈ કામદારો,ડોકટરો સહિત તમામ કોરોના વોરિયર્સની કામગીરીને મંત્રીશ્રી ચાવડાએ બિરદાવી હતી.


રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે આપણાં કુદરતી સૌંદર્યના ઘરેણા સમાન સ્થળોના વિકાસ થકી પ્રવાસન ક્ષેત્રમાં વધારો કરી શકયા છીએ. આપણે હેલ્થ ટુરિઝમ, સ્પોર્ટ ટુરિઝમ, ઈકો ટુરિઝમ પ્રવાસીઓ માટે રમણીય બની રહેશે.


તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન નિગમ લી.ની ફાળવેલ ગ્રાન્ટ માંથી તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસાવવામાં આવેલ ઈકો ટુરિઝમ સહેલાણીઓ માટે યાદગાર સંભારણું બની રહેશે.અહીં વિવિધ સુવિધાઓ માટે રૂા.૨.૨૨ કરોડના ખર્ચે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે.
નાયબ વન સંરક્ષક શ્રી આનંદકુમારે માહિતી આપી હતી કે પુર્ણા નદીના કિનારે આવેલ આંબાપાણી ઈકો ટુરિઝમ ખાતે વિકાસની વિપૂલ તકો છે. અહીં પ્રવાસીઓ માટે ફૂડકોર્ટ,ગઝેબો,કિચન વીથ ડ્રીંકીંગ ફેસીલીટી, ટ્રે હાઉસ,મેઈન ગેટ,ચિલ્ડ્રન પ્લે એરિયા વીથ ઈકવીપમેન્ટ,પર્કીંગ ફેસીલીટી, પેવીંગ એન્ડ કબિંગ વર્ક, બોટીંગ ડેક, સીટીંગ બેન્ચ, રીનોવેશન વર્ક ઓફ એકઝેસ્ટીંગ ટોયલેટ, રીનોવેશન ઓફ ટેનમ્ટ એરિયા પ્લીન્થ, રીનોવેશન અફો એકઝેસ્ટીંગ વિઝીટ સેન્ટર, ઈલેકટ્રીકલ લેન્ડસ્કેપ વિગેરે ઉભા કરાયા છે. અહી; પ્રવાસીઓ ભરપુર આનંદ માણી શકશે.


ઈ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંઘ, મદદનીશ વનસંરક્ષક,આંબાપાણી સરપંચ કલાબેન, જનસંપર્ક અધિકારીશ્રી રાણા સહિત વનવિભાગના અધિકારી,કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *