વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  : વન અને આદિજાતિ વિકાસ મં)  : ત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અડાજણ સ્થિત વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજ્યના આદિજાતિ સમુદાયના ભાઈ-બહેનો દ્વારા ઉત્પાદિત અને એકત્રિત કરાયેલી વિવિધ ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધીઓ સહિત અનેકવિધ ગુણકારી વન પેદાશો સહિત ૪૦ થી વધુ આયુર્વેદિક ઔષધોનું ઉત્પાદન રાજ્યના વનવિકાસ નિગમના સહયોગથી કરવામાં આવે છે આ વેચાણ કેન્દ્ર આદિજાતિ સમાજના આર્થિક સશક્તિકરણનું માધ્યમ બની રહેશે. ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વન વિકાસ નિગમ દ્વારા વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગોધરા, વ્યારા, કેવડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે જંગલનું શુદ્ધ મધ ‘ધન્વંતરિ’ તેમજ ઔષધીઓના વેચાણ કેન્દ્રો તબક્કાવાર શરૂ કરવામાં આવી રહયા છે. જેમાં વનૌષધિયુક્ત, આયુર્વેદિક ઉત્પાદનોને વેચાણમાં મૂકવામાં આવ્યાં છે. આ પ્રસંગે વન વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એસ.કે.ચતુર્વેદી(I.F.S.), સુરત વન વિભાગના વનસંરક્ષકશ્રી સોનવણે તેમજ વન વિભાગ અને નિગમના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *