રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલા ખાડાઓને લઈ કરવામાં આવ્યો વિરોધ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલાં ખાડાઓને લઈ કામરેજનાં ચોર્યાસી ટોલનાકા પર સુરતનાં કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા આજે તારીખ 30 નાં વિરોધ કરવામાં આવ્યો છે. રોડ નહિ તો ટોલ નહિનાં સુત્રો અને વિવિધ લખાણ વાળા બેનરો લઈ ટોલનાકાની બાજુમાં ઉભા રહી વિરોધ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનને પગલે ટોલનાકા પર થોડી મિનિટો માટે વાહનો પણ રોકવામાં આવ્યા. આ બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતાં, પોલીસ ટોલનાકા ખાતે દોડી આવી હતી. અને પોલીસે 7 લોકોની અટકાયત કરી છે. જો કે પોલીસ આવતાં વિરોધ પ્રદર્શન કરનારાઓ વિખેરાઈ ગયા હતા.