મોસાલી ચારરસ્તા થી ગડકાછ મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં બાઇકચાલક્નું મોત
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : મોસાલી ચાર રસ્તા થી ગડકાછ ગામ તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ બાઈક ચાલક ઘૂસી જતાં કરુણ મોત.વધુ વરસાદના કારણે ઉભેલી ટ્રક યુવાનને નજરે નહીં પડી. મરનાર યુવક આમખુટા ગામનો વતની હતો.
માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તાથી ગડકાછ ગામ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ વરસાદના કારણે બાઈક ચાલક યુવક ઘુસી જતા યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું જ્યારે બાઈક ઉપર પાછળ બેસેલ જી આર ડી મહિલા નો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો.
વાંકલ નજીકના આમખુટા ગામનો નિરવકુમાર સુરેન્દ્રભાઈ ગામીત ઉંમર વર્ષ 20 આજે સવારે આમખુટા ગામથી જી આર ડી માં ફરજ બજાવતી મહિલા ગાયત્રીબેન હિતેશભાઈ ગામીત ને પોતાની બાઈક ઉપર બેસાડી માંગરોળ પોલીસ મથકે મુકવા જઈ રહ્યો હતો ત્યારે વધુ પડતા વરસાદને કારણે મુખ્ય માર્ગ ઉપર ઉભી રહેલી ટ્રક બાઈક ચાલક યુવકને નજરે નહીં પડતા બાઈક સીધી પાછળના ભાગે ટ્રકમાં ઘૂસી ગઈ હતી આ યુવકને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ઉપર પાછળ બેસેલ જી આર ડી મહિલા ગાયત્રીબેન ગામીતને અકસ્માતમાં સામાન્ય થઈ હતી અને તેનો બચાવ થયો હતો ટ્રક ના ટાયરમાં પંચરને કારણે ટ્રક બંધ હાલતમાં હતી અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક કીમ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃત્યુ પામનાર યુવકના મૃતદેહને કબજો લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.ખરાબ થયેલ ટ્રકની આગળ પાછળની સિગ્નલ લાઇટો ચાલુ નહિ રાખનાર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોસાલી ગડકાછ મુખ્ય માર્ગ ઉપર G.J.16.AU 6057 હાઇવા અશોક લેલન્ડ ટ્રકના ટાયર માં પંચર થયું હોવાથી આ ટ્રક માર્ગમાં બંધ હાલતમાં હતી ત્યારે ટ્રકના ચાલક દ્વારા આગળ પાછળની સિગ્નલ લાઇટો ચાલુ કરવામાં આવી નહી હતી તેમજ વાહનની આગળ અને પાછળ કોઈપણ પ્રકારની આડશ (આડ) મૂકવામાં નહીં આવી હોવાથી ચાલક અકસ્માતનો ભોગ બન્યો હોવાના આરોપ સાથે હિતેશભાઈ પ્રવીણભાઈ ગામીત રહે. આમખુટા તા.માંગરોળના હોય આકસ્માત સંદર્ભમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.