દીપે શાળાઓને એક્ટિવિટી બેજ લર્નિગ કીટો આપી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનારોલી ગામે આવેલી GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટે એનાં કાર્યક્ષેત્રમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ પ્રવૃતિ દ્વારા સ્વ-શીખવાની કુશળતાનો વિકાસ થાય છે. શાળાઓમાં વિધાર્થીઓ તેની યોગ્યતા અને પ્રવૃતિ થકી શિક્ષણમાં વ્યકિગત અનુભવ માહિતી યાદ રાખવામા મદદ કરે. તેમજ વિધાર્થીને ભૌતિક અને માનસિક રીતે શીખવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે તેવી એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું આપવામાં આવી છે.આ કિટથી વિધાર્થીને અભ્યાસ કરવાની રૂચિમાં વધારો કરવા અને ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં વધુ નિપુણતા હાસલ કરવા માટે કુલ પાંચ શાળાઓમાં કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે., જેનો કુલ ખર્ચ ૩,૨૮,૧૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના CEO એન આર પરમાર, અને એન પી વઘાસીયા ના માર્ગ દર્શન હેઠણ દીપ ટ્રસ્ટના કર્મચારી મનીષ ચૌધરી અને પરેશ ગામીત દ્વારા શાળાઓમાં આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.