ડાંગ જીલ્લા કોગ્રેસ સમિતી દ્વારા JEE, NEETની પરીક્ષા સ્થગિત રાખવાની માંગ સાથે આહવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ
આહવા કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ સાથે ૦૬ મહિનાની ફી માફીની માંગ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આગામી પહેલી સપ્ટેમ્બરથી દેશભરમાં JEE અને NEET મેઈનની તબક્કાવાર પરીક્ષા યોજાનારી છે જે તમામ પરીક્ષા ઓ સ્થગિત રાખવાની માંગ સાથે ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતા ના કાર્યકરો દ્વારા આહવા ક્લેક્ટર કચેરી સામે બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે કે,૦૬ મહિનાની ફી માફી પણ સરકારે કરી દેવી જોઈએ. સરકાર દ્વારા કોઈ તૈયારી ન કરવામાં આવી હોય તેવી સ્થિતિમાં વગર તૈયારીએ લેવામાં આવનારી પરીક્ષાઓ થી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ શકે તેમ છે અને હાલ સમ્રગ દેશ માં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પરીક્ષા યોજવી એ યોગ્ય નથી તેથી JEE અને NEET પરીક્ષા મુલતવી રાખવા માંગ કરી હતી આ સંદર્ભે કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જણાવ્યું હતું કે,સરકાર દેશના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા જઈ રહી છે.જેથી કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોરોનાના કારણે થોભો અને રાહ જોવાની સ્થિતિ વચ્ચે આ પ્રકારની પરીક્ષા લેવાની તજવીજ થઈ રહી છે તેનો વિરોધ કરી રહ્યાં છે. પરીક્ષા કેન્દ્રોની યોગ્ય વ્યવસ્થા સાથે આરોગ્યની પણ યોગ્ય તૈયારી ન થઈ હોવાથી અમે પરીક્ષા મુલત્વી રાખવાની લાગણી અને માગણી કરી રહ્યાં છીએ આ વિરોધ પ્રદર્શન કરતી વેળા ડાંગ યુથ કોગ્રેસ ના પ્રમુખ વિનોદ ભોયે યુથ ના મંત્રી તુષાર કામડી મહિલા મોર્ચાના પ્રમુખ લતાબેન ભોયે સહિત મોટી સંખ્યા કોંગ્રેસી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા