સુરત રેન્જ ઓપરેશન ગ્રુપ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ પાસેથી પસાર થતાં પોખરણ ગામની સીમ પાસેથી રૂપિયા 6,44,400નો વિદેશી દારૂ સહિત રૂપિયા 11,46,260ના મુદ્દામાલ સાથે બેની અટક કરતા બૂટલેગરોમાં ફફડાટ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા પો.સ.ઇ. સુરત જી. આર. જાડેજા ડિટેકશન ગ્રુપના માર્ગદર્શન હેઠળ સુરત રેન્જ વિસ્તારમાં પ્રોહીબિશન તથા જુગારને નાબુદ કરવા પોતાની ટીમ સૂચના કરાતા એ.એસ.આઈ. મહાદેવ કિશન રાય તથા બીપીન રમેશ સાથે તાપી જિલ્લાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે ધુલિયા થી વડોદરા વિદેશી દારૂ ભરી જતો ટાટા 407 નંબર એમ.એચ. 46 E 3459 બંધ બોડી માાં મહારાષ્ટ્ર ના ધુલિયા થી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત પલસાણા તરફ જનાર છે અને હાલ નવાપુર પાસ કરેલ છે જે અંગેની બાતમી મળતા સુરત રેન્જ ઓપરેશન ગ્રુપની ટીમે સોનગઢ હાઇવેના પોખરણ ગામની સીમ પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી પસાર થતો મહારાષ્ટ્ર પાર્સિંગની tata 407 ટેમ્પો નજરે ચડતા તેને થોભાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા અને ટેમ્પાની દરવાજા ખોલતાં જેમાં વિદેશી દારૂના બોક્સ ભરેલા નજરે ચડતાં તેમને ઝડપી પાડી સોનગઢ પોલીસ મથકે લાવી જેમાં તપાસ કરતા 129 બોક્સ વિવિધ બ્રાન્ડ ની બાટલી નં 3993 જેની કિંમત 6,44,400તથા 407 ટેમ્પો, મોબાઈલ મળી કુલ 11,46,260નો મુદ્દામાલ કબ્જે કરી બેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ટેમ્પો ડ્રાયવર યોગેશ ઓમ પ્રકાશ રહે. વલસાડ જ્યારે બીજા આરોપી અનવર અહમદ વોરા રહે. બિલીમોરાની અટક કરી પૂછપરછ કરતા સદર દારૂ નદુરબરના નુરમહમદ વાહબ દ્વારા ભરવામા આવ્યો હતો એવુ જણાવ્યુ હતુ. ત્યારે હાલ તો આરોપી અને મુદામાલ સોનગઢ પોલીસને કબજો સોંપી કાયદેસર ની કાર્યવહી હાથ ધરી નૂર મહમદને વોન્ટેડ જાહેર કરાયો છે.