માંગરોળ તાલુકામાં 20 હજાર કરતાં વધુ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાંની હાડમારી તથા લોકડાઉનને પગલે રોજગાર ધંધા અને મજૂરી કામો સદંતર બંધ થઈ જવાથી ખાસ કરી ગરીબ અને મજૂરીકામ કરી પોતાનું જીવનનિર્વાહ પસાર કરતાં હજારો પરિવારોને ખાવા માટે પણ ફાંફા પડતાં હતા. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે આવા પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અને હાલમાં પણ વીનાં મૂલીયે અનાજ આપવામાં આવી રહયું છે. માંગરોળ તાલુકાનાં 20 હજાર કરતાં વધુ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ કરવામા આવ્યું છે. વહેલી સવારથી જ તાલુકાની સરકાર માન્ય 50 સસ્તા અનાજની દુકાનો ખાતેથી અનાજ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. માંગરોળ મામલતદાર કચેરીનાં પુરવઠા વિભાગનાં નાયબ મામલતદાર ગીરીશ ભાઈ પરમારે જણાવ્યું છે કે તમામ 50 દુકાનો ખાતે તાલુકા અનાજ ગોડાઉન ખાતેથી અનાજનો પુરવઠો મોકલી આપવામાં આવ્યો છે. સાથેજ સોસીયલ ડિસ્ટરન્સ જાળવવા અને સેનેતાઇઝર તથા માસ્કનો ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે.