તાપી : વ્યારાના ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓનું મોત : કુલ આંક 19
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં રવિવારનાં રોજ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 19 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 11 મોત, સોનગઢ તાલુકામાં 4 મોત, વાલોડ તાલુકામાં 2 મોત, ઉચ્છલ અને નિઝર તાલુકામાં 1-1 મોત થયા છે.
૧. વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૫૫ વર્ષ; પુરુષ રહેવાસી – વૃંદાવનધામ સોસાયટી, વ્યારા, જીલ્લા – તાપી, તા-૨૧-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને SARI ના ચિહ્નો હતા સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે તા-૨૩-૦૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સડન કાર્ડયો-રેસ્પાઈરેટોરી અરેસ્ટ ડ્યુટુ અક્યૂટ રેસ્પાઈરેટોરી ડીસટ્રેસ સિન્ડ્રોમ સાથે બાયલેટરલ ન્યુમોનિયા સાથે કોવીદ-૧૯ ડીસીઝ હોઈ શકે છે.
૨. વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૬૭ વર્ષ; પુરુષ રહેવાસી – સ્ટેશન રોડ, તા- સોનગઢ, જીલ્લા – તાપી, તા-૧૭-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને SARI ના ચિહ્નો હતા સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે તા-૨૩-૦૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સડન કાર્ડયો-રેસ્પાઈરેટોરી અરેસ્ટ ડ્યુટુ અક્યૂટ રેસ્પાઈરેટોરી ડીસટ્રેસ સિન્ડ્રોમ સાથે બાયલેટરલ સિવિયર ન્યુમોનિયા સાથે ડાયાબીટીક કીટોઅસીડોસીસ – હાયપરટેન્શન – H/O CABG સાથે કોવીદ-૧૯ ડીસીઝ હોઈ શકે છે.
૩. વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૫૧ વર્ષ; પુરુષ રહેવાસી – તાલુકા પંચાયત ક્વાર્ટર, વ્યારા, જીલ્લા – તાપી, તા-૨૨-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને SARI ના ચિહ્નો હતા સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે તા-૨૩-૦૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સડન કાર્ડયો-રેસ્પાઈરેટોરી અરેસ્ટ ડ્યુટુ અક્યૂટ રેસ્પાઈરેટોરી ડીસટ્રેસ સિન્ડ્રોમ સાથે બાયલેટરલ સિવિયર ન્યુમોનિયા સાથે કોવીદ-૧૯ ડીસીઝ હોઈ શકે છે.