તાપી જીલ્લા LCBએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને સોનગઢનાં ઓટા ચાર રસ્તા પાસેથી દબોચી લીધો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક જી.તાપી તથા મેં . નાયબ પોલીસ અધિક્ષક એ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્રારા લોકડાઉનું જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ ડી.એસ.લાડ I/C પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાંય તાપી તથા અ.હે.કો. જગદીશ જોરારામભાઇ બાન ૩૮૮ તથા અ.હે.કો. લેબજી પરબતજી બ.ન, ૬૮૦ તથા અ.પો.કો. નિતેશભાઇ જયંતીલાલ બ.નં -૪૦પ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે સાથેનાં અ.હે.કો. જગદીશ જોરારામભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સોનગઢ પો.સ્ટે થર્ડ ગુ.ર. નં. ૨૪૮/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ -૬૫ઇ , ૮૧,૮૩,૯૮ (૨) મુજબ તથા સોનગઢ પો.સ્ટે . ગુ.ર.નં. ૩૫/૨૦૧૭ પ્રહી એક્ટ કલમ ૬૫ ઇ, ૧૧૬ (૨), ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અજીતભાઇ રાનીયાભાઇ ગામીત રહે. લક્કડકોટ ફાટક કુળીયુ તા..નવાપુર જી.નંદુરબાર સોનગઢ ટાઉનમા ઓટા ચાર રસ્તા પાસે ઉભો છે , જેણે શરીરે સફેદ જેવા કલરનું ફુલ બાયનું શર્ટ તથા ભુરા – રાખોડી કલરનો પેન્ટ પહેરેલ છે . જેણે મોઢા પર બ્લ્યુ કલરનું માસ્ક પહેરેલ છે. જેવી બાતમી મળતાં સાથેનાં પોલીસ સ્ટાફ તથા પંચોના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી સોશિયલ ડીસ્ટન્સ હેઠળ ઉભો રાખી નામ ઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ અજીતભાઇ રાનીયાભાઇ ગાવીત રહે . લક્કડકોટ હિરહા ફળીયુ તા.નવાપુર જી . નંદુરબાર ( મહા ) નો હોવાનો જણાવ્યું હતું. આ ઇસમે સોનગઢ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં .૨૪૮/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ -૬૫ ઇ , ૮૧,૮૩,૯૮ (૨) તથા સોનગઢ પો.સ્ટે . ગુ.ર.નં ૩૫/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ, ૧૧૬ (૨), ૮૧ મુજબના બંને ગુનાની કબુલાત કરતાં હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *