ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને સરકારી સહાય મળશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજય સરકાર દ્વારા ટૂંકી અને મધ્યમ ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે, જે છેલ્લા પાંચ વર્ષથી ધિરાણ કરતી હોય, વસુલાત નિયમિત કરતી હોય, તેમજ ધિરાણ વસુલાતમાં યોજનાના ઢાંચા મુજબ વધારો થયો હોય તથા સભાસદ થાપણમાં વૃદ્ધિ થઇ હોય તે મંડળીને સહાય મળી શકશે. જે માટે જરૂરી પાત્રતા ધરાવતી મંડળીઓએ વર્ષ ૨૦૧૫-૧૬ થી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીના પાંચ વર્ષના હિસાબો, નફા-નુકસાન ખાતું, વેપાર ખાતું, સરવૈયા સાથે જીલ્લા રજીસ્ટ્રારની કચેરી, સહકારી મંડળીઓ, સુરત, જીલ્લા સેવા સદન-૨, એ-બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત કચેરીનો સંપર્ક સાધવા તથા વધુ માહિતી માટે કચેરીના ફોન નં. (૦૨૬૧)૨૬૬ ૫૦૫૧ પર વિગતો મેળવી શકાશે.