સુગર ફેક્ટરીઓ કામદારોનું અવિરત શોષણ બંધ કરાવવા આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ કલેક્ટરશ્રીને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા, સુબીરઅને વઘઇ તાલુકામાંથી 60000થી 70000 કામદારો જુદી જુદી સુગર ફેક્ટરીઓમાં કામ કરવા માટે જાય છે. ત્યાં તેઓ 12 થી 14 કલાક કામ કરે છે, પરંતુ તેમણે 238 રૂપિયા પ્રતિ ટન પ્રમાણે મજૂરી આપવામાં આવે છે, આમ સુગર ફેક્ટરીઓ કામદારોનું અવિરત શોષણ કરે છે, કારણ કે શેરડી કાપણીની કામગીરીનું સરકારે જે લઘુતમ વેતન કરતા પણ ઓછું નક્કી કરેલ છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા કામદારો માટે માંગણીઓ કરેલ છે જેમાં કામદારોને શેરડી કાપવાની મજૂરીનો ભાવ 400 રૂપિયા આપવામાં આવે. (2) જયારે પણ સુગર ફેક્ટરીઓ મજૂરોને કામ વગર બેસાડી રાખે તે દિવસના 400 રૂપિયાની મજૂરી ગણવામાં આવે. (3)કામના સ્થળે મજૂરોને રહેવાની, પાણી, વીજળી, શૌચાલયની વ્યવસ્થા સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવે. (4)દરેક પડાવ ઉપર આંગણવાડી, પોષણ આહારની સેવા, શિક્ષણ વયના બાળકો માટે એસ. ટી . પી વર્ગો શરૂ કરવામાં આવે. (5)કામદારોને જાનના જોખમ હોય તેમણે 8 લાખનો વીમો ઉતારવામાં આવે. (6)કોરોના મહામારીને ધ્યાને લઇ કામદારોની સુરક્ષા અને સલામતી અર્થ સેનેટઈઝર, માસ્ક તેમજ પાડવોમાં મેડિકલ ચેકઅપની સુવિધાઓ સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવે. આમ અમારી માંગણીઓ નહિ સંતોષવામાં આવે તો આવનાર દિવસોમાં ધરણા તેમજ આંદોલન કરવામાં આવશે. આવેદન આપવામાં માટે ડાંગ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ પવાર, સુબીર તાલુકા પ્રમુખ બાપુભાઈ ગામીત, રતિલાલ કાગડે, શાલેમ પવાર, અમુલ પવાર દ્વારા આવેદન આપવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other