સુરત જિલ્લાનો હરિપુરાનો કોઝવે પાણીમાં ગરક : 14 ગામો વિખૂટા
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા અને માંડવીના કોસાડીને જોડતી તાપી નદી પરનો કોઝવે ચેલ એક અઠવાડિયાથી પાણીમાં ગરક રહેતાં નદી પાર વિસ્તારનાં 14 ગામો વિખૂટા પડી ગયા છે. ઉકાઈ અને કાકરાપાર ડેમો ઓવરફ્લો થાય તથા ચોમાસામાં સતત વરસાદ પડવાથી આ કોઝવે ઘણાં દિવસો પાણીમાં ગરક રહે છે. જેથી ગામડાઓનો શોર્ટકટ વ્યવહાર બંધ થઈ જાય છે.જેથી પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ સ્થળે ઉંચો પુલ બનાવવા અનેકો વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં પ્રજાજનોની અતિમહત્વની આ પ્રશ્ન હલ કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પ્રજાજનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.