અતિપછાત એવા ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં વીજ ધાંધીયાથી ગ્રાહકો ત્રસ્ત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : DGVCL તરફથી નિઝર તાલુકાનાં બોરઠા અને કુકરમુંડા તાલુકાનાં જુનાં કુકરમુંડા ખાતે નવા વીજ ફીડરો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ આ બન્ને નવા વીજ ફીડરો ઉપરથી વીજપુરવઠો નિયમિત આપવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. આ બે ફીડરો ઉપરથી કુલ 46 ગામોને વીજ પુરવઠો આપવામાં આવે છે. DGVCL તરફથી પ્રિ-મોન્સૂનની કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી હોય નજીવા વરસાદમાં વીજલાઈન તૂટી જાય, જેને પગલે ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિયમિત વીજપુરવઠો ન મળવાથી પીવાનાં પાણીની મોટરો ચાલી શકતી નથી. તાકીદે DGVCLનાં અધિકારીઓ આ પ્રશ્ન હલ કરે એવી માંગ કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other