માંગરોળનાં મામલતદાર અને માંગરોળ PSIને હત્યારાઓની ધરપકડ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું

Contact News Publisher

માંગરોળનાં મામલતદાર અને માંગરોળ પોલીસ મથકનાં PSIને હત્યારાઓની ધરપકડ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું

– બોરસદ અને નાનીનરોલીનાં ગ્રામજનો તેમજ ભિલિસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદનપત્ર અપાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામની મહિલા તેમજ બોરસદ ગામના યુવકની હત્યા કરવામાં આવી હતી જેની કાયદેસરની તપાસ કરવા માટે માંગરોળ તાલુકાના મામલતદારશ્રી તેમજ માંગરોળ પોલીસ મથકના પી.એસ.આઇ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે પ્રેમીબેન રમેશભાઈ વસાવા નાઓની તા.14/09/2020 ના રોજ હત્યા કરવામાં આવી હતી. ત્યાનાં મેડિકલ ઓફિસરએ સુરત નવીસિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવવાં પોલીસને સુચના આપતાં નવી સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી અને ફોરેન્સિક વિભાગના તબીબો દ્વારા પીએમ કરતાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવું પીએમ રિપોર્ટમાં જણાવ્યું હતું તેમજ તા. 04/08/2020 ના રોજ બોરસદ ગામના ભાવેશભાઈ જગદીશભાઈ વસાવા (ઉં. 20વર્ષ) નાઓની પણ હત્યા કરવામાં આવી હોય તેવી આશંકાથી માંગરોળ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો પીએમ માટે લઈ જવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી યુવકના પીએમનો રિપોર્ટ આવ્યો નથી. જેને લઇને તા.20/09/2020 ના રોજ નાની નરોલી અને બોરસદના ગ્રામજનો તેમજ ભિલીસ્તાન ટાઈગર સેના દ્વારા માંગરોળના મામલતદારશ્રી અને માંગરોળ પોલીસ મથકના પીએસઆઇ પી.એચ. નાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના કલેકટરશ્રી, એસ.પી.શ્રી સુરત, માંડવી પ્રાંતશ્રી, ડીઆઈજી સુરત, સચિવશ્રી મહિલા આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ સચિવ માનવધિકાર આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફ નકલ રવાના કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other