તાપી જિલ્લાનો વરસાદ : અત્યાર સુધીમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ ૧૩૬૮ મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૬૮૪ મી.મી. વરસાદ નોંધાયો

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:ગુરૂવાર:-તાપી જિલ્લામાં સતત હળવાથી ભારે વરસી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. ૨૦,ઓગસ્ટના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક સુધીમાં સોનગઢ તાલુકામાં સૌથી વધુ ૪૪ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ ૧૩૩૦મી.મી, સોનગઢ ૧૧૯૬મી.મી, ડૉલવણ ૧૬૧૮મી.મી, વ્યારા ૧૩૬૮મી.મી., કુકરમુન્ડા ૭૩૧મી.મી, ઉચ્છલ ૬૮૪મી.મી. અને નિઝરમાં ૭૩૧મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વ્યારા ૧૩૬૮મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૬૮૪મી.મી. વરસાદ થયો છે.