તાપી રોજગાર કચેરી દ્વારા કારકિર્દી વિષયક માહિતી ઓનલાઈન પુરી પાડવામાં આવી રહી છે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;ગુરૂવાર: COVID-19 ની મહામારીમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ વર્ચુઅલ ભરતીમેળાઓ, વેબિનાર વગેરે Physical Appearance સિવાય યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગ સ્વરૂપે તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવક-યુવતીઓ માટે દર મહિને ત્રણથી વધુ વર્ચુઅલ ઓનલાઈન રોજગાર ભરતી મેળા યોજવામાં આવે છે. જેમાં જિલ્લા અને જિલ્લા બહારના ઔદ્યોગીક એકમોમાં રહેલ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન માધ્યમથી ઈન્ટરવ્યુ દ્વારા રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત દર અઠવાડીએ કારકિર્દીને લગતા વિવિધ વિષયો પર વેબિનારનું આયોજન કરવામાં આવે છે. ધોરણ-૧૦/૧૨ પછી શું ?, આઈ.ટી.આઈ. ઓનલાઈ એડમિશન માટે વેબિનાર અને ટેલીફોનીક માધ્યમથી બેરોજગારો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. તદઉપરાંત વિદેશમાં રહેલ અભ્યાસ અને રોજગારીની તકો વિષયક વેબીનાર પણ યોજવામાં આવી રહેલ છે. જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના યુવક/યુવતીઓને રોજગાર, સ્વરોજગાર, કારકિર્દીને લગતી વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, તાપી-વ્યારાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other