હજીરાની ચાર કંપનીઓમાં અકસ્માતો ધટાડવા માટે મોકડ્રિલ યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના હજીરા વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કે જિલ્લાની અન્ય કંપનીઓમાં અકસ્માતો ઘટાડવાના આશયથી તા. ૧૫મી સપ્ટેમ્બર સુધી ‘સલામતી માસ’ની ઉજવણી કરવામા આવી રહી છે. જેથી મોકડ્રીલોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
હજીરાની ચાર કંપનીઓમાં ગેસ લીંકેજના બનાવો સંદર્ભે મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં હજીરાની LPG બોટલીગ પ્લાન્ટ, LPG ગેસ લીકેજના કારણે લાગેલી આગ તથા ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લી. હજીરા અને NTPCL કવાસ ખાતે કલોરીન ગેસ લીકેજ અને શેલ એનર્જી ઈન્ડિયા પ્રા.લી. ખાતે નેચરલ ગેસ લીક થતા આગના બનાવો અંગે મોકડ્રીલો યોજાઈ હતી. જે કારખાનાઓમાં ઓનલાઈટ ઈમરજન્સી જાહેર કરીને ફેકટરીના પોતાના સાધનો અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને પોતાના પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં સંયુકત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીઓ અને સરાકારી શ્રમ અધિકારીઓ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાવેલી ત્રુટિઓ પુર્તતા કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારખાનના શ્રમયોગીઓએ પણ ભાગ લીધો હતો. દેરક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા હવે પછીના મોકડ્રીલમાં જણાવેલી ત્રુટિઓનુ પનુરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા જણાવ્યું હતું.