ઉમરપાડનુ દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના મહામારીના ભયે બંધ કરવાનો નિર્ણય
સ્થાનિક દિવતણ ગામની વન સમિતિ અને પ્રવાસન સમિતિએ વન વિભાગને પ્રવાસન કેન્દ્ર બંધ કરવા રજૂઆત કરી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકા માં આવેલ દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના મહામારીના ભયે બંધ કરવાની રજૂઆત સ્થાનિક દિવતણ ગામની વન સમિતિ અને પ્રવાસન સમિતિ એ વન વિભાગને રજૂઆત કરતા તારીખ 30 સપ્ટેમ્બર સુધી દેવઘાટ પ્રવાસન કેન્દ્ર બંધ કરવાનો વન વિભાગ દ્વારા નિર્ણય થયો છે. હાલમાં ઉમરપાડા દેવઘાટ ખાતે સમગ્ર જિલ્લામાંથી તેમજ સુરત શહેરમાંથી સહેલાણીઓનો ધસારો વધી રહ્યા છે જેથી સ્થાનિક દેવતણ ગામની વન સમિતિ અને પ્રવાસન સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાય નહીં તેની તકેદારી માટે વનવિભાગને સામુહિક લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેને ધ્યાને લઇ વડપાડા વનવિભાગ રેંજ કચેરી દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધી પ્રવાસન કેન્દ્ર અને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.