ઉમરપાડા તાલુકામાં નવી વસાહત વિસ્તારમાં ૧૭ ગામોમાં ખેડૂતોએ બળદનું પૂજન કર્યું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામમાં ખેડૂતોએ ચૌવરી અમાસની બળદોનું પૂજન કરી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર, અકલકુવા, તલોડા સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી લોકો શ્રાવણ માસમાં અંતે ચૌવરી અમાસ જેને પીઠોરી અમાસ પણ કહે છે આ દિવસે બળદ પૂજન કરી ઉજવણી કરે છે ઉમરપાડા તાલુકાના નવી વસાહતમાં ખોટારામપુરા, કોલવાણ, ગોલી ઉંમર. ઉમરડા, ડુંગળીપાડા સહિતના 17 ગામોમાં ચૌવરી અમાસ નિમિત્તે ખેડૂતોએ પોતાના બળદોને શણગારી ઘાસચારો સાથે ગોળની રોટલીનો ભોજન કરાવ્યું હતું તેમજ હનુમાનજી મંદિરે લઈ જાય બળદોની પૂજા કરી હતી વરસ દરમિયાન ખેડૂતો બળદો થી ખેતી કરી ધાન, અનાજ પકવતા હોય છે અને જીવન ગુજારો કરતા હોય છે જેથી બળદો ને ભગવાન માની પૂજા અર્ચના કરે છે