ડાંગ જિલ્લા એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા ડાંગના અધિક કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા NSUI(નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા) દ્વારા ડાંગ જિલ્લા ની આહવા, વઘઈ, સુબીર જેવી શૈક્ષણિક સંસ્થા આઈ.ટી.આઈ. માં અલગ અલગ ટ્રેડ જેવા કે ફીટર, ઇલેક્ટ્રીશ્યન, વાયરમેન, એસ.આઈ. વગેરે ટ્રેડો મા ઓગષ્ટ ૨૦૨૦ મા ભરવાપાત્ર બેઠકો ઘટાડવામા આવી છે તે મુદ્દે અલગ અલગ ટ્રેડોમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે અને મેરીટ મુજબ વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને ચાલુ વર્ષે ૫૦ ટકા બેઠકોમાં ઘટાડો કરવામાં આવે છે જેના કારણે અત્રેના ડાંગ જિલ્લાના આદિવાસી વિધાર્થીઓ પ્રવેશથી વંચિત થઈ જશે અને તેમના ભવિષ્ય અંધારપટ થઈ શકે તેમ છે. આદિવાસી સમાજના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અન્ય ઉચ્ચ અભ્યાસમાં વિધાર્થીઓને વાલીઓ ભણાવી શકતા નથી પરંતુ તેમને વ્યવસાયલક્ષી શિક્ષણ મળે એવો દરેક વાલીનો આજદિન સુધીનો પ્રયત્ન રહેલ છે અને તેમને સરકારશ્રી ગાઈડલાઈન મુજબ ઓછામાં ઓછું ધોરણ ૧૨ સમક્ષ અભ્યાસ કરી શકે એ માટે ધોરણ ૧૦ બાદ વાલી સીધા જ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ કરાવે છે આમ આ પરિસ્થિતિ ને જોતા મધ્યમ અને ગરીબ વર્ગના માટે આ નિર્ણય ખુબ જ અન્યાય ભર્યો છે જેને લઈને ડાંગના અધિક કલેકટર ને ડાંગ જિલ્લા NSUI (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા) દ્વારા આવેદનપત્ર પત્ર આપવામા આવ્યું હતું અને જો આ માંગ ને સંતોષવામાં નહી આવે તો ડાંગ એન.એસ.યુ.આઈ. અને ડાંગ યુથ કોંગ્રેસે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે .જયારે આ સમગ્ર કાર્યક્રમ માં એન.એસ.યુ.આઈ ડાંગ જિલ્લા પ્રમુખ પરેશ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વિનોદ ભોયે, જિલ્લા પ્રભારી અવિનાશ જાદવ, વઘઇ તાલુકા એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ ફરાઝ ખાન, ઉમર વાણી, જીગર ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.