માંગરોળ ખાતે આવેલી વર્ષો જૂની દરગાહ ઉપર આજે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો ઉમટી પડયા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ કોમી એકતાનું પ્રતિક છે. દર વર્ષે આ દરગાહ ખાતે પોષસુદ એકમથી પંદર દિવસ સુધી મેળો ભરાય છે.આજે ભાદરવા બીજ અને ગુરૂવાર હોય આ દરગાહ ખાતે વહેલી સવારથી જ અનેક કોમનાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. હાલમાં આ દરગાહના ગાદીપતિ પીર સલીમૂડીન ચીસતી તથા ગાદીના ઉતરા અધિકારી અને ગાદીપતિનાં સુપુત્ર ડો. પીર મતાઉદીન ચિસ્તી તરફથી દરગાહનું ખુબ જ સારી રીતે સંચાલન કરવામાં આવે છે. ડો. પીર મતાઉદીન ચિસ્તી એ એક લાખ લોકોને વ્યસન મુક્ત કરાવવાનું અભિયાન શરૂ કર્યું હતું જે પૂર્ણતાનાં આડે છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other