માંગરોળ તાલુકાનાં ૨૬ ગામોમાં નિચાણવાળા લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા એક અઠવાડીયાથી સતત પડી રહેલા વરસાદને પગલે તથા તારીખ ૧૭ થી ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લીધે કીમ નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહયો છે. જેથી માંગરોળ તાલુકાનાં ૨૬ ગામોનાં તલાટીઓને, માંગરોળના મામલતદારે ૨૬ ગ્રામપંચાયત નાં તલાટીઓને નિચાણવાળા રસ્તા, કોઝવે ઉપર અવર જવર ન કરવા તથા આ ગામોનાં જે લોકો નિચાણવાળા વિસ્તારમાં રહેતાં હોય એમને સલામત સ્થળે ખસી જવા આદેશ આપવામાં આવ્યા છે.તાલુકાનાં જે ગામો પ્રભાવિત થાય એમ છે એમાં લુવારા, કટવા, વાસોલી, સાવા, વેલાછા, કંઠવાડા, હથોડા, મોટા બોરસરા, વાલેસા, મોટી નરોલી, પલોદ, કોઠાવા, શેઠિ, પાણેથા, સિયાલજ, કોસાડી, સીમોદરા, વડોલી, આસરમાં, રણકપોર, લીબાડા, માંગરોળ, આમનડેરા, ગીજરમ, આકળોદ, વાંકલનો સમાવેશ થાય છે.