ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલ જંગલમાંથી સાગી ઇમારતી લાકડાની તસ્કરી વન વિભાગે નિષ્ફળ બનાવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલ આમસરવળન જંગલમાંથી સાગી ઇમારતી લાકડાની તસ્કરી વન વિભાગે નિષ્ફળ બનાવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી અને ધાર્મિક સ્થળ તરીકે વિકસી રહેલા આમસરવળન (કલંબ ડુંગર) જંગલ વિસ્તારમાં રવિવારે સાંજે કેટલાક લાકડાચોરો લાકડા તસ્કરીને અંજામ આપવાના હોવાની ઉત્તર ડાંગ વન વિભાગના ડીએફઓ અગ્નિશ્વર વ્યાસ ને થતા તેઓ એ પશ્ચિમ રેન્જ ના આર એફઓ થતા સ્ટાફ ને સઘન બંદોબસ્ત નો આદેશ આપી વોચ ગોઠવતા આમસર વળન માર્ગ ઉપર તસ્કરોને વન વિભાગની ગંધ આવી જતા સાગી ઇમારતી ચોરસા નો જથ્થો માર્ગ સાઇડે મૂકી ફરાર થઇ જતાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ રેન્જ વન વિભાગના આર.એફ.ઓ.સહિત સ્ટાફે બિનવારસી સાગી ચોરસનો જથ્થો કબજે કરી તસ્કરીનો અંજામ આપનાર વીરપ્પનો ની શોધખોળ આદરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other