તા.૨૦મીએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને રોટરી કલબ – રોટરેકટ કલબ અને ઈનર વ્હીલ કલબ વ્યારાના સંયુકત ઉપક્રમે ગુરૂવાર તા. ૨૦-૮-૨૦૨૦ ના રોજ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા ખાતે સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમ્યાન મેગા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો, કોલેજના યુવાનો તથા સમગ્ર જિલ્લાના અને વ્યારા નગરના યુવાનો – નગરજનોને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. સદર ઉમદા સેવાકીય કાર્યમાં સૌને ઉમળકાભેર ભાગ લઈ હાલની કોવીડ -૧૯ની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા મોટી સંખ્યામાં યુવાનોને સહભાગી થવા જાહેર અપિલ સહ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે . વધુ માહિતી માટે નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરિક્ષકશ્રી દિનેશભાઈ ચોધરી અને રોટરી પરિવારના હોદ્દારોનો સંપર્ક કરવા વિનંતી.
:: સંપર્ક નંબર ::
નિરિક્ષક શ્રી દિનેશભાઈ ચોધરી મો. ૯૯૦૯૫૫૦૮૧૪. રોટરી કલબ વ્યારા રો. ગૌરાંગ દેસાઈ – પ્રમુખ મો . ૯૯૦૪૦ ૪૪૯૬૭ રો. હિતેશ ગાંધી – મંત્રી મો . ૯૮રપર ૧૩૬૪૫. રોટરેકટ કલબ વ્યારા રોટ. નિમેશ સિપ્પી – પ્રમુખ મો. ૭૫૬૭૯૩૮૦૯૧, રોટ. મોહમદ મુન્શી – મંત્રી મો. ૯૯૨૫૮૯૦૪૩૧. ઈનર વ્હીલ કલબ વ્યારા ફાલ્ગનીબેન રાણા – પ્રમુખ મો. ૮૮૪૯૯૦૧૧૫૪ પરવીનબેન દોરડી મંત્રી મો . ૯૯૦૯૬૭૭૯૪૪.