ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી પડતા ધોધમાર વરસાદના કારણે રવિવારે સવારે જિલ્લાના 7 માર્ગો બંધ કરાયા હતાં
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ગુજરાતના સૈકેન્ડ ચેરાપુનજી ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસ પડતાં અવિરત વરસાદના કારણે જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થતાં સંપર્કમાં આવનાર અનેક ગામો સમ્પર્ક વિહોણા બન્યા હતાં જ્યારે કોઝવે પર પાણી ફરી વળતાં તાત્કાલિક અસરથી 7 માર્ગો બંધ કરાયા હતાં
પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા 3.3 વઘઇ 5.4 સુબીર 3.6 તેમજ સાપુતારા ખાતે 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે
ડાંગ જિલ્લામાં શનિ રવિ બે દિવસ દરમિયાન ધોધમાર પડ્યો હતો જેમાં જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી હતી ફૂલે 7 કોઝવે પર પાણી ફરી વળતાં 7 માર્ગો બંધ કરાયા હતાં બપોરબાદ પાણી ઓસરતા 4 માર્ગો ખુલ્લી જવા પામ્યા હતાં
ડાંગ જિલ્લામાં શનિ રવિ બે દિવસ દરમિયાન ધોધમાર પડ્યો હતો શનિવાર સાંજે 6 વાગ્યાથી રવિવારે 4 વાગ્યા દરમીયાત 24 કલાકમાં આહવા ખાતે 84 એમ.એમ. 3.6 ઇંચ વઘઇ ખાતે 136 mm 5.44 ઇંચ સાપુતારામાં 68 mm 2.7 ઇંચ જ્યારે સબીર ખાતે 91 mm 3.6 ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લા ભર માં શનિવારે પડેલા અવિરત વરસાદના કારણે જિલ્લાની અંબિકા ખાપરી અને પૂર્ણાં નદી બે કાંઠે વહેવા લાગી હતી અને શનિવારે આ નદીઓ ઉપર આવેલ કોઝવે પાણીમાં ડૂબી જતાં જેમાં રવિવારે સવારે 8 વાગ્યા દરમિયાન 7 કોઝવે પાણીમાં ડૂબેલા હતાં ત્યારબાદ વરસાદ ધીમો પડતાં બપોરે 1 વાગ્યા બાદ 3 કોઝવે પાણીમાં ડૂબેલા રહેતા જિલ્લાના વઘઇ તાલુકાના નાનાપાડા કુમારબઘ રોડ , સુપદહાડ સૂર્યબરડા રોડ , ધોડવહળ વી એ.રોડ બંધ હતાં બાકી ના 4 કોઝવે પર થી પાણી ઓસરી જતા યાતયાત માટે ખુલ્લા મુકાયા હતા જ્યારે શનિવારે સાપુતારા ખાતે વરસાદી માહોલ રહેતા આખો દિવસ ધૂમસિયો વાતાવરણ રહેતા પ્રવાસીઓને આ નજારો જોવાની અનેરી મજા માણી હતી જયારે જિલ્લાના અનેકો ધો ધો પડવાનાં શરૂ થતાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતાં