માંગરોળ-ઉમરપાડા તાલુકામાં સ્વતંત્ર પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઊજવણી : માંગરોળ ખાતે કોરોનાં વોરીયસનું કરાયેલું બહુમાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૧૫મી ઓગષ્ટનાં દિવસે સ્વતંત્ર પર્વની માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી છે. તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી ખાતે ઇન્ચાર્જ મામલતદાર ડી.એમ. ચૌધરી, તાલુકા પંચાયત ખાતે પ્રમુખ જગદીશભાઈ ગામીતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી ખાતે કોરોનાં ની મહામારીમાં કોરોનાં વોરીયસ તરીકે સેવા બજાવનાર તાલુકાનાં આરોગ્ય અધિકારી ડો. આર. પી.શાહી, પી.એસ.આઈ. પરેશ એચ.નાયી, કોસંબાનાં પી.એસ.આઈ.નું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે TDO દિનેશભાઇ પટેલ, સી.વી. વસાવા, ગીરીશભાઈ પરમાર, કેતનભાઈ ચૌધરી, ઇમરણખાન પઠાણ હાજર રહયા હતા. માંગરોળ ગ્રામપંચાયત ખાતે સરપંચ નિકેશકુમાર વસાવા, મોસાલી પ્રાથમિક શાળા ખાતે સરપંચ લલીબેન વસાવાનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયારે ઉમરપાડા, કેવડી,વાડી ખાતે પણ ધ્વજવંદન ના કાર્યક્રમો યોજ્યા હતા. બંને તાલુકાની સરકારી કચેરીઓ, પોસ્ટ ઓફીસ, કોર્ટ, શેક્ષણિક સંસ્થાઓ ખાતે પણ ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.