તાપી જિલ્લામાં ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણી : જિલ્લા વિકાસ અઘિકારી નેહા સિંઘે સરપંચો સાથે વેબીનાર દ્વારા બેઠક કરી માર્ગદર્શન આપ્યું
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:શુક્રવાર:- તાપી જિલ્લામાં ગંદકી મુક્ત અભિયાન અંતર્ગત તા.૮થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ દરમ્યાન ગ્રામ કક્ષાએ સ્વચ્છતા માટેના સકારાત્મક વર્તનને પ્રોત્સાહિન આપવાના ઉમદા આશયથી ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્ર્મના સુચારુ આયોજન સાથે જિલ્લા વિકાસ અઘિકારી નેહા સિંઘ દ્વારા એ જિલ્લાના તમામ ગામના સરપંચો સાથે વેબીનાર દ્વારા બેઠક કરી ગંદકી મુક્ત ભારત અભિયાન બાબતે માર્ગદશન આપવામાં આવ્યુ હતુ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કાર્યક્રમ ઉદ્દેશ સમજાવી જ્ણાવ્યું હતું કે, આ સ્વચ્છતા ઝુંબેશ દરમ્યાન શ્રમદાન થકી પ્લાસ્ટીક કચરાનું એકત્રિકરણ અને તેનું વર્ગીકરણ કરવું , જાહેર મકાનોને વ્હાઇટવોશ દ્વારા સફાઇ, પ્રચાર-પસાર માટે સંદેશાઓનું વોલ પેઇન્ટીંગ , વૃક્ષારોપણ સ્વચ્છતાગ્રહીઓને પ્રોત્સાહિત કરવા તેમજ શાળાના બાળકો દ્રારા ઓનલાઇન નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા જેવી પ્રવૃતિઓ કરીને સ્વચ્છતાનું જીવનમાં મહત્વ લોકો સમજે તે માટે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહત્તમ જાગૃતિ કેળવાય તેવા સઘન પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
વધુમાં તેમણે સ્થાનિક વિચારો અને નવીનતા પર આધારિત પગલાં ઉપરાંત પ્રવર્તમાન કોવિડ–૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉજવણી દરમ્યાન સામાજિક અંતર અને સ્વચ્છતાને લગતી તમામ સાવચેતીઓનું પાલન કરવા જણાવ્યું હતું. શકય હોય ત્યાં વર્ચ્યુઅલ પ્લેટર્ફોમના આધારે તમામ પ્રવૃતિઓનું આયોજન કરવા પર પણ ભાર મુક્યો હતો. ગંદકી મુક્ત અભિયાન ઉજવણી કરવા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ જરુરી માર્ગદર્શનથી સૌ કોઇને વાકેફ કર્યા હતા.