મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે વેબિનારના માધ્યમથી મહિલાઓને માર્ગદર્શન આપ્યુ
હકારાત્મક અભિગમ અપનાવી મહિલાઓને સ્પર્શતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીએ : અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:શુક્રવાર:- મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે આજે વેબિનારના માધ્યમથી અધિક પોલીસ મહાનિર્દેશક, સી આઈ ડી ક્રાઇમ અને મહિલા સેલના અનિલ પ્રથમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ વેબિનારમાં ગુજરાતના તમામ જિલ્લાની અભયમ ટીમ, રેસ્ક્યુ વાનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ, રિસ્પોન્સ સેન્ટર સાથે જોડાયેલ તમામ કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે શ્રી અનિલ પ્રથમે અભયમ-181 મહિલા હેલ્પલાઇનની પુર્વભૂમિકા સમજાવી જણાવેલ કે કોઈપણ મહિલાના પ્રશ્નમા અસરકારક કાઉન્સેલિંગ કરી જે તે પોલીસ સ્ટેશનમા રજુઆત કરવામાં આવે જેથી જરૂરતમંદ મહિલાઓના પ્રશ્નોને ઝડપથી ઉકેલી શકાય. અભયમ અને પોલીસ દ્વારા પરસ્પર સંકલન જળવીને હકારાત્મક અભિગમ અપનાવી મહિલાઓને સ્પર્શતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવી મહિલાઓને સાચા અર્થમા સક્ષમ બનાવી મજબુત સમાજનું નિર્માણ કરવાનું છે. આ વેબિનારમા સોનગઢ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને તથા મહિલા પોલીસ કોન્સટેબલને પણ આ વેબીનારમાં જોડવામાં આવ્યા હતા. …….