તા.૧૯મી ઓગષ્ટથી RTE હેઠળ ધો.૧માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ફરજીયાત અને મફત શિક્ષણના અધિકારના અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોનું મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમો-૨૦૧૨ની જોગવાઈઓ મુજબ નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE હેઠળ શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧માં ધોરણ-૧માં ૨૫ ટકા વિનામૂલ્યે પ્રવેશની કામગીરી આગામી તા.૧૯ થી ૨૯મી ઓગષ્ટ દરમિયાન ઓનલાઈન પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે.

જે અન્વયે સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓને પ્રવેશ સંબધિત માહિતી માટે હેલ્પલાઈન નંબર ૯૬૬૨૪ ૭૩૦૩૫ પર સવારે ૧૧.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા(રજાના દિવસો સિવાય)સુધી સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે તેમ સુરત જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other