ડાંગ જિલ્લાના નવ રચિત સુબીર તાલુકાના મોટા ભાગના બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાની યોજનાઓ વિકાસ માટે અમલમાં મુકાય છે. ત્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ના સુબીર સર્કલ બસ સ્ટેન્ડ તેમજ અન્ય ગામોમાં ઠેર ઠેર બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા.
ગુજરાત રાજ્યના છેવાડે આવેલો ૯૯% ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લામાં સરકારની અનેક યોજનાઓ વ્યર્થ નિવડી રહી છે. સરકારી યોજનાઓનો પુરતો લાભ ભ્રષ્ટાચારમાં ડૂબ્યા રહેતા આદીવાસી નેતાઓ કા તો જવાબદાર અધિકારીઓના ખિસ્સા તર કરી જતા હોય છે જેનો ઉતમ નમુના સુબિર તાલુકા ના ગામે ગામ આવેલ બસ સ્ટેન્ડ બિન ઉપયોગી બન્યા છે આમ તો અધિકારીઓ ગામડાઓના રસ્તે અવાર નવાર જતા હોય છે અને આવા ખંડેર બસ સ્ટેન્ડ નજરે પડયા હોવા છતાં વહીવટી તંત્ર આંખ આડ કાન કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સુબીર તાલુકા ના મોટે ભાગે ગામડાઓમાં બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડની હાલત ખંડેર જેવી ઉભી છે જેમાં બેસવા માટે સુવિધા નથી છાપરામાંથી કયાક વરસાદના લીધે પાણી ટપકે છે તો કયાક છાપરા જ નથી ઉપરોક્ત જંગલી ધાસ બસ સ્ટેન્ડમાં ઉગી નીકળેલ છે તો કેટલીક જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવેલ તો છે પણ ઉપયોગ લાયક જ નથી. ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વિકાસ ગાથા ગાનારા નેતાઓ અને અધિકારીઓને બસ સ્ટેન્ડની ખંડેર હાલત નજરે પડતી નથી. જે હાલ સ્થાનીક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.