દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું ધ્યાન રાખે છે એટલી જ દર્દીઓને માફક આવે એવા પૌષ્ટિક ભોજનની પણ કાળજી લે છે. સુરત,SMC સંચાલિત આ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ અને દર્દીઓની સારવારની જવાબદારી જેમના ખભે છે એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે ભોજનની પૂરતી દરકાર લઈ દરરોજ ઘર જેવું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. અહીં દર્દીઓ અને તબીબી સ્ટાફ માટે એક જ રસોડે એકસરખું ભોજન બને છે. સ્મીમેરમાં દરરોજ ૫૦૦ જેટલી ભોજનની ડિશ પીરસવામાં આવે છે. દવા લેવાના ટાઈમિંગને અનુસરી તંત્ર દ્વારા દર્દીઓના બેડ સુધી પેક્ડ થાળી સમયસર પહોંચાડવામાં આવે છે. ડાયાબિટીક દર્દીઓ માટે અલગ સુગર ફ્રી મેનુ બને છે. સવાર, બપોર, સાંજ અને રાત્રિ ભોજનની સુવિધા કરાઈ છે. આ‘હાઈજેનિક ફૂડ’ પીરસતા તબીબો અને સ્ટાફ માટે દરેક કોવિડ વોર્ડની બહાર લીંબુ શરબત અને ફ્રુટમાં કેળા રાખવામાં આવે છે. ડાયાબિટીક દર્દીઓ માટે સુગર ફ્રી મેનુ બને છે. ડોક્ટરના સજેશનથી ઓક્સિજનજરૂરિયાતવાળા દર્દીઓ માટે લિક્વિડ ફૂડની સુવિધા ઉભી કરાઈ છે. સ્મીમેરના નોડલ ઓફિસર અને નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયરે જણાવ્યું કે, સુરત આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા પ્રશાસનની નિગરાની હેઠળ આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સમયસર ઘર જેવું જ પૌષ્ટિક અને શુદ્ધ ભોજન મળે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. રસોડામાં કામ કરતા દરેક કર્મચારીને હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈઝર, N95 ફેસ માસ્ક, ગરમ લીબું પાણી, બે ટાઈમ ઉકાળો, ચા-કોફી પૂરા પાડવા સાથે તમામ પ્રકારની કાળજી લેવામાં આવે છે. સાથે ચોમાસાની સિઝન હોવાથી રસોડાને દર કલાકે જંતુમુકત કરવામાં આવે છે. અહીં કાર્યરત તમામ વ્યક્તિ પણ દર કલાકે સેનિટાઈઝ થાય છે.
શહેરના ખ્યાતનામ નાનાલાલ સ્વીટ્સ એન્ડ કેટરર્સના જનકભાઈ ભાલાળા ભોજન વિષે જણાવે છે કે, સવારે બ્રેકફાસ્ટમાં ઈડલી, ચટણી, સેવ-ખમણ, બટાટા-પૌઆ, પાત્રાની સાથે ચા, કોફી, ગરમ દૂધ આપવામાં આવે છે. બપોરના મેનુમાં સુરતનું પ્રખ્યાત ઊંધિયું, તૂરીયાપાત્રા જેવી ગ્રીનરી શાકની સાથે કઠોળનું શાક, ઘર જેવી રોટલી, સલાડ આપવામાં આવે છે. સાંજે ચાર વાગ્યે સુરતી ભુંસું, ખારી જેવો સુકો નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ રાત્રિભોજનમાં ગુજરાતી, પંજાબી થાળી, બટાકાની સુકી-ભાજી, મસાલા પંજાબી દહીં સાથે બે સબજી હોય છે સલાડ, ઈટાલીયન સલાડ ઈમ્યુનિટી સલાડ, નાઈટ ડ્યૂટી કરતા તમામ સ્ટાફ અને દર્દીઓને હળદરવાળું હુંફાળું દૂધ આપવામાં આવે છે.

 

About The Author

Other