મહિલા સશક્તિકરણ પખવાડિયુ, જિલ્લો ડાંગ : ૧૮૧-અભયમ દ્વારા યોજાયો “મહિલા શિક્ષણ દિવસ”

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા; તા; ૧૦; રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ઉજવાઈ રહેલા “મહિલા સશક્તિકરણ પખવાડયા” અંતર્ગત ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા “મહિલા શિક્ષણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
“કોવિદ-૧૯”ની સાંપ્રત સ્થિતિ વચ્ચે ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગથી “વેબીનાર”ના માધ્યમથી યોજાયેલા “મહિલા શિક્ષણ દિવસ” ઉજવણીના આ કાર્યક્રમમાં નેશનલ મહિલા આયોગ-ન્યુ દિલ્હીના સભ્યશ્રી ડો.રાજુલ દેસાઈ સહિત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અન્કોલીયાએ ઉજવણી કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી, ઉપયોગી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. “વેબીનાર”ના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર દીપિકા ગામીત, અને ગ્રીસમા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.