વઘઇ સબ ડિવિઝનમાં ના.કા.ઈ. તરીકે ફરજ બજાવતા એસ.એમ. બારોટની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લા પંચાયતના વઘઇ સબ ડિવિઝનમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા એસ.એમ.બારોટ ની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
મળતી માહિતી મુજબ વઘઇ તાલુકામાં જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં છેલ્લા 5 વર્ષ થી નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા બજાવી રહેલા કર્તવ્યનિષ્ઠ એસ.એમ.બારોટની વલસાડ જિલ્લાના પારડી ખાતે બદલી થતા તેઓની લોકપ્રિય કામગીરીને બિરદાવવા જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાકટરો, સરપંચો, સહિત સ્થાનિકો એ બિરદાવી હતી. છેલ્લા 5 વર્ષ થી સામાન્ય નાગરિકો સાથે પણ મિલનસાર વ્યવહાર માં માનનારા એસ.એમ.બારોટ ને લોકો ભૂલી શકશે નહીં. તેમના વિદાય સમારંભમાં વઘઇ ગામના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓને ફરજ બજાવવી તે તેમનો જવાબદારી છે, પરંતુ એસ.એમ.બારોટ વઘઇ તાલુકામાં ચોમાસામાં પુર હોનારત હોય કે અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાની સમસ્યા હોય તેઓ સતત ફિલ્ડમાં રાત દિવસ જોયા વગર દોડી જઇ વ્યવસ્થા ઉભી કરી હતી. તેમની વઘઇ તાલુકાના વિકાસ માટે આપેલ ફાળો સરાહનીય છે.આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર એસ.એમ.બારોટે પોતાના કાર્યકાળમાં આવી પડેલ પડકારોને વાગોળતા જણાવ્યું હતું કે કોઈ પણ સામાન્ય નાગરિક મારી ઓફિસમાં કોઈ કામ લઈ આવતો,તો તેને મેં મારી સાથે તુલના કરતો કે અરજદારની જગ્યાએ હું કામ લઈ ગયો છું તો મારી સુ અપેક્ષા હોય શકે, અને તે આધારે મને ડાંગ જિલ્લામાં ભલીભોલી પ્રજાની સેવા કરવાની ઉમદા તક મળી. આ વિદાય સમારંભમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જીજ્ઞેશભાઈ પટેલ, આહવા તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપભાઈ મહાલા, વઘઇ સરપંચ, તથા કોંગ્રેસી અગ્રણી ગૌતમભાઈ પટેલ, પપ્પુખાન સહિત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી વિદાય આપી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *