સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિકાળથી ગાઢ જંગલ કે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતી કે મૂળ નિવાસી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે છેલ્લાં 25 વર્ષથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1994માં ભારતીય કેન્દ્ર સરકારે આદિવાસી દિનની મંજુરી માટે યુએનમાં રજુઆત કરતા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાની જહેરાત કરી હતી. ત્યારથી 9મી ઓગસ્ટનાં દિવસને ધામધુમથી આદિવાસી દિવસ ઉજવતા આવ્યા છે. આજે તે વાતને 25 વર્ષ થઇ ગયા છે. જેની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ગુજરાત કોન્ટ્રાક્ટર લેબર ઍસોશિયેશન સુરત જિલ્લા પ્રમુખશ્રી ઉત્તમભાઈ એસ.વસાવાનાં કાર્યાલય ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.આજુબાજુ ગામોમાં વસતા આદિવાસી સમુદાયના લોકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક,આદિવાસી નૃત્ય, આદિવાસી નજરાંણુ,તલવારબાજી જેવી કૃતિઓ યુવાનો અને નાની બાળાઓ દ્વારા રજુ કરવામાં આવી હતી.
આ સાથે ઉત્તમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ પ્રશાસન અને અને કેટલાંક પ્રતિનિધિઓ દ્વારા આ કાર્યક્રમ અટકાવવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. જળ,જંગલ અને જમીનના માલિક આદિવાસી હોય ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નહિ ઉજવવા દેતા હોય તો આ કેવી ગાઇડલાઇન કહેવાય ?આદિવાસી તરીકે આદિવાસી દિન ઉજવવો જ જોઈએ અને અધિકારીઓ દ્વારા હેરાનગતિ નહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું.