પ્રવાસનમંત્રીના અધ્યક્ષસ્થાને ઉમરપાડા તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર વિશ્વભરમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાય એવા આદિવાસી સમાજને હક્ક, અધિકારો અને અન્ય સમાજની હરોળમાં આવી શકે તે હેતુથી યુનો દ્વારા ધોષિત કરવામાં આવેલા વિશ્વ આદિવાસી દિવસની આજે રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પ્રવાસન, મત્સ્યોદ્યોગમંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે પ્રવાસન મંત્રીશ્રીએ સૌ આદિવાસી સમાજને જણાવ્યું હતું કે, આદિવાસી સમાજએ પ્રકૃતિપ્રેમી સમાજ છે. આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, કલા, પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે. રાજય સરકાર આદિવાસી બાંધવોના વિકાસમાં કટિબધ્ધ હોવાનુ જણાવતા મંત્રીએ કહ્યું કે, આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તક પુરી પાડવા માટે રાજપીપળા ખાતે બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ટ્રાયબલ મ્યુઝીયમની સ્થાપના કરવામાં આવી છે. આ વેળાએ મંત્રીશ્રીએ આઝાદીની જંગમાં બલિદાન આપનારા બિરસા મુડા, ગુરૂ ગોવિંદગુરૂ જેવા અનેક શહિદવીરોને યાદ કરીને આદિવાસી સમાજનું અનેરા બલિદાનોને યાદ કર્યા હતા.આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વનવાસી ખેડૂત સશકિતકરણ યોજના અંતર્ગત ડિઝલ એન્જીનના પ્રમાણપત્રો તથા જંગલ જમીનના હક્કપત્રકો તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઈન દ્વારા આદિવાસી વિસ્તારમાં ૧૩૬ કરોડના વિકાસકામોનુ ઈ-માધ્યમથી લોકાર્પણ કરીને આદિવાસી સમાજને આદિવાસી દિનની શુભકામનાઓ આપી હતી. જેનું જીવત પ્રસારણ કરાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, માંગરોળ તા.પં.પ્રમુખ જગદીશભાઈ ગામીત, ગંભિરસિંહ વસાવા, સહકાર, ઉત્પાદન સમિતિના ચેરમેનશ્રી શ્યામસીંગભાઇ વસાવા, કારોબારી અધ્યક્ષશ્રી દિપક વસાવા , પ્રાંત અધિકારીશ્રી ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.