સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી, તેમજ સ્વિમેર હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે આજે સવારે ૯.૪૫ કલાકે ઉમાં મંગલ હોલ કામરેજ ચાર રસ્તા મુકામે રક્ત દાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું, સ્વાગત પ્રવચન સુરત જિલ્લા સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ કર્યું હતું. આ કેમ્પ મા ર્ડો ટી.એસ. જોષી (નિયામકશ્રી )રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરતનાં DDO એચ.કે. કોયા, જિલ્લાનાં DEO એચ રાજ્ય ગુરુ કોવીડ 19 ના નોડલ અધિકારી માકડીયા સાહેબ રણજીતસિંહ પ્રમુખ વડોદરા જિલ્લા પ્રા.શિ.સઘ. જયમિંન પટેલ મહામંત્રી વડોદરા હાજર રહ્યા હતા. તેમજ ર્ડો વિનોદભાઈ રાવે વિડિઓ કોન્ફરન્સથી માર્ગદર્શન આપ્યું હતું. આ રક્ત દાન શિબિરમા સુરત DDO હિતેષભાઇ કોયા તથા નિયામક ટી એસ જોષીએ પોતે રક્ત દાન કરી શિક્ષકોને પ્રેરણા પુરી પાડી હતી, ૧૧૨ જેટલા શિક્ષકો, તેમજ SMC નાં. સભ્યોએ રક્ત દાન કર્યું હતું. આ શિબિરમા અરવિંદભાઈ ચૌધરી વિશ્વજીતભાઈ, અનિલભાઈ ચૌધરી, એરિકભાઈ, મોહનસિંહ ખેર અન્ય હોદ્દેદારો અને શિક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાનીએ કર્યું હતું.