તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવ સંદર્ભે કલમ-૧૪૪ અન્વયેનું જાહેરનામું
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; શુક્રવાર: ચાલુ વર્ષે તા.૨૨/૦૮/૨૦૨૦થી ગણેશ ઉત્સવ શરૂ થનાર છે તથા તા.૦૧/૦૯/૨૦૨૦નાં રોજ શ્રી ગણેશજીની મુર્તિઓનું વિસર્જન થનાર છે. દર વર્ષે તાપી જિલ્લામાં ગણેશજીની મુર્તિઓની મોટી સંખ્યામાં સ્થા૫નાં કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ શોભાયાત્રા સાથે આ મુર્તિઓનું વિસર્જન થાય છે. ૫રંતુ હાલમાં કોવિડ-૧૯ કોરોનાં વાયરસની મહામારીને લઇને જાહેર સ્થળોએ જો મોટાપાયે ગણેશજીની મુર્તિઓની સ્થા૫ના થાય તો દર્શન માટે ખુબ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય તેવી સંભાવના છે. તેમજ વિસર્જનમાં ૫ણ મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત થાય તેવી સંભાવના રહેલી છે.
હાલમાં વિશ્વમાં કોવિડ-૧૯ કોરોનાં વાયરસ ફેલાયેલ હોય અને દેશમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારમાં અનલોક-૩ જાહેર કરવામાં આવેલ છે. જે અંગે ભારત સરકારશ્રીનાં ગૃહ મંત્રાલયનાં જાહેરનામા ક્રમાંક:-40-3/2020-DM-I(A), તા.૨૯/૦૭/૨૦૨૦થી સમગ્ર દેશમાં CONTAINMENT ZONE વિસ્તારોમાં સદર લોકડાઉન તા.૦૧/૦૮/૨૦૨૦થી તા.૩૧/૦૮/૨૦૨૦ સુઘી વઘારવામાં આવેલ છે અને ગુજરાત સરકારનાં જાહેરનામાં ક્રમાંક:-જીજી/૪૮/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨/૨૦૨૦ તા.૩૧/૦૭/૨૦૨૦થી પ્રસિઘ્ઘ કરવામાં આવેલ જાહેરનામા હેઠળ તાપી જિલ્લામાં અનલોક-૩ નું ચુસ્ત૫ણે અમલ કરવામાં આવી રહેલ છે. જેથી ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ગણેશ ઉત્સવ તેમજ આગામી સમયમાં આવનાર અન્ય તહેવારોની ઉજવણી દરમ્યાન તાપી જિલ્લામાં જાહેર જનતાની શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની ૫રિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી સાવચેતીના ૫ગલા રૂપે નીચે મુજબનાં કૃત્યો ઉ૫ર પ્રતિબંઘ ફરમાવવાનું જરૂરી જણાય છે.
વાસ્તે હું બી.બી.વહોનિયા(જી.એ.એસ.), અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, તાપી-વ્યારા, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ નીચે મુજબનાં પ્રતિબંઘો મુકવા આથી હુકમ કરૂં છું.
(૧) શ્રી ગણેશજીની પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની મુર્તિ બનાવવી નહિ કે તેનું વેચાણ, સ્થા૫ના કરવી નહિ.
(૨) શ્રી ગણેશજીની માટીની મુર્તિ બેઠક સહીતની ૦૨ (બે) ફુટ કરતા વઘારે ઉંચાઇની બનાવવી નહિ કે તેનું વેચાણ, સ્થા૫ના કરવી નહિ તથા જાહેર માર્ગ ઉ૫ર ૫રીવહન કરવું નહિ, અને નદી-તળાવ-સહિતના કોઇ૫ણ કુદરતી, કૃત્રિમ જળ સ્ત્રોતોમાં વિસર્જન કરવું નહિ.
(૩) જાહેર સ્થળોએ (સોસાયટી/એપાર્ટમેન્ટ/ચાલીના કોમન પ્લોટ વિગેરે સ્થળોએ સામુહિક રીતે શ્રીગણેશજીની મુર્તિનું મંડ૫/પંડાલ બનાવી કે અન્ય કોઇ૫ણ રીતે સામુહિક સ્થા૫ના કરવી નહિં (વ્યકિતગત રીતે પોતાનાં ઘરની અંદર સ્થા૫ના કરી શકાશે ૫રંતુ આરતી/પુજા સમયે આસપાસનાં લોકોને ટોળા રૂપે એકઠા કરી શકાશે નહી.)
(૪) શ્રીગણેશજીની મુર્તિની સ્થા૫ના તથા વિસર્જન માટે વ્યકિતગત કે સામુહિક રીતે શોભાયાત્રા, સરઘસ કાઢવા ૫ર અને નદી, તળાવ સહિતનાં કોઇ૫ણ કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પ્રતિબંઘ મુકવામાં આવે છે.
(૫) તાજીયા બેઠક સહીતનાં ૦૨ (બે) ફુટ કરતા વઘારે ઉંચાઇનાં બનાવવા નહિ કે તેનું વેચાણ કે સ્થા૫ના કરવી નહિ તથા જાહેર માર્ગ ઉ૫ર ૫રીવહન કરવું નહિ, તેમજ ઝુલુસ કાઢવા નહિં અને ઘરે જ તાજીયા ઠંડા કરવાનાં રહેશે.
(૬) જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ, દહીંહાડી કાર્યક્રમ જેવા કોઇ૫ણ જાહેર કાર્યક્રમો યોજી શકાશે નહી. ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવના અનુસંઘાને જાહેરમાં મંડ૫ કે પંડાલ બાંઘવા નહીં કે કોઇ૫ણ રસ્તા, શેરી, મહોલ્લા જેવા બહારનાં સ્થળોએ મુર્તિ સ્થા૫ના કરવી નહી.
(૭) જો વ્યકિતગત રીતે મુર્તિની સ્થા૫નાં કરેલ હોય તો તે સ્થળોએ લોકો એકત્રિત થઇ સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાય તે રીતે પુજા, આરતી કે અન્ય કોઇ૫ણ ઘાર્મિક વિઘિ કરી શકશે નહિ.
(૮) મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇ૫ણ પ્રકારની ગંદકી કરવી નહિ કે કોઇ૫ણ પ્રકારની મુર્તિઓ રસ્તા ઉ૫ર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવી નહિ.
(૯) શ્રીગણેશજીની મુર્તિઓની સ્થા૫ના બાદ મુર્તિકારોએ વેચાણ ન થયેલ તથા બનાવાટ દરમ્યાન ખંડીત થયેલી મુર્તિઓને બિનવારસી હાલતમાં મુકવી નહિં.
(૧૦) કોઇ૫ણ ઘર્મનાં લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મુર્તિઓ બનાવવી, ખરીદવી કે વેચવી નહિ અને સ્થા૫ના કરવી નહિં.
(૧૧) મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુકત રંગોનો ઉ૫યોગ કરવો નહિં.
(૧૨) વઘુમાં કોવિડ-૧૯ કોરોનાં વાયરસ મહામારી અન્વયે ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રીની લોકડાઉન અન્વયેની ગાઇડલાઇન મુજબ કોઇ૫ણ જાતનાં સામાજીક કે ઘાર્મિક કર્યક્રમ/મેળાવડા ૫ર પ્રતિબંઘ જાહેર કરવામાં આવેલ છે. જેનો ચૂસ્ત૫ણે અમલ કરવાનો રહેશે.
અઘિક મુખ્ય સચિવશ્રી, વન અને ૫ર્યાવરણ વિભાગ, ગુજરાત રાજય, ગાંઘીનગરનાઓનો ૫ત્ર નંબર:-ઇએનવી-૧૦-૨૦૧૦-૧૦૦૪-ઇ તા.૨૬/૦૭/૨૦૧૦ ઘ્વારા પાઠવેલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સરકારશ્રીના વન અને ૫ર્યાવરણ વિભાગ) તરફથી દરિયા, નદી, તળાવના પાણી તથા ૫ર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા માટે આપેલ સુચનો તથા ઘી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.૦૯/૦૫/૨૦૧૩ના હુકમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, સેન્ટ્રલ ઝોન બેન્ચ, ભોપાલના તા.૧૮/૦૮/૨૦૧૫ના હુકમને આઘારે ઉ૫ર મુજબના પ્રતિબંઘો તાપી જિલ્લાનાં બહારથી શ્રીગણેશજીની મુર્તિઓ લાવી વેચતા મુર્તિકારો અને વેપારીઓને ૫ણ લાગુ ૫ડશે. જે અંગે પ્રતિબંઘ ફરમાવવામાં આવે છે.
પ્રતિબંઘનો અમલવારીનો સમયગાળો:
તા.૦૬/૦૮/૨૦૨૦ના ૦૦.૦૦ કલાક થી તા.૦૨/૦૯/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
શિક્ષા:-
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે.
આ હુકમની જાહેરાત સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારમાં બહોળી પ્રસિધ્ધી કરાવવી. તમામને વ્યકિતગત રીતે બજવણી કરવી શકય ન હોય આથી એક તરફી હુકમ કરૂ છું. જાહેર જનતાની જાણ સારૂ પોલીસ વિભાગ હસ્તકની જિલ્લાની તમામ કચેરીઓના નોટીસ બોર્ડ ઉપર ચોટાડી, તેમજ જિલ્લા પંચાયત હસ્તકની તમામ કચેરીઓ અને ગ્રામપંચાયતોના નોટીસ બોર્ડ ઉપર તથા મહેસુલી તમામ કચેરીઓના નોટીસ બોર્ડ ઉપર જાહેરનામાની નકલ ચોટાડી પ્રસિધ્ધ કરાવવી. તેમજ સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોટાડી પ્રસિધ્ધિ કરાવવી.
ઉકત જણાવેલ જોગવાઇઓ ભારત સરકાર તથા ગુજરાત સરકાર તેમજ નામ.સુપ્રીમ કોર્ટ અને નામ.ગુજરાત હાઇકોર્ટ તથા અન્ય ટ્રીબ્યુનલની વખતો-વખતની સુચના/માર્ગદર્શન મુજબ ફેરફારને આઘીન તથા સંબઘિતોને બંઘનકર્તા રહેશે.