મુખ્યમંત્રી રવિવારે સુરતની મુલાકાતે

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણ તા.૨ ના રવિવારે સુરતની મુલાકાત આવી રહ્યા છે. નિર્ધારીત કાર્યક્રમ મુજબ બપોરના ૩.૦૦ વાગે સુરત આવી પહોંચશે. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલી સ્ટેમ સેલ કોવિડ-૧૯ હોસ્પિટલની અને નજીકની કીડની બિલ્ડીંગમાં નિર્માણાધીન કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ કલેકટર કચેરીના સભાખંડમાં સુરત શહેર અને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજશે. જેમાં અધિકારીઓ અને તબીબો સાથે કોરોના મહામારીને નાથવા કરવામાં આવેલી કામગીરી અને આગળના આયોજન અંગે રીવ્યુ કરશે. ત્યારબાદ તેઓ સમાચાર માધ્યમોના કર્મીઓ સાથે પ્રેસ કોન્ફરસન્સ કરી. અનુકૂળતાએ અમદાવાદ જવા રવાના થશે.