સમાજ સુરક્ષા સહાય યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડતુ તાપી જિલ્લા વહીવટી તંત્ર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  સમાજ સુરક્ષા સહાય યોજનાઓના લાભો છેવાડાના તમામ લાભાર્થીઓ સુધી પહોંચે અને કોઈપણ સાચો લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટે સતત પ્રયત્નશીલ એવા તાપી જિલ્લા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી ના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના નિરાધાર વૃધ્ધ સહાય યોજના, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, ગંગા સ્વારૂપા આર્થિક સહાય યોજના અંગેના તમામ લાભાર્થીઓને પ્રતિમાસે ડી.બી.ટી. યોજના મારફતે સીધા જ તેઓના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવી રહેલ છે.
તા.૩૦/૦૭/૨૦૨૦નાં રોજ કલેકટરશ્રીની મામલતદાર કચેરી વ્યારાના જનસેવા કેન્દ્રની મુલાકાત દરમ્યાન વ્યારા તાલુકાનાં ખાનપુર ગામનાં રહીશશ્રી રમેશભાઈ વનિયાભાઈ ચૌધરી કે જેઓ નિરાધાર વૃધ્ધ સહાય યોજનાની પુછપરછ માટે મામલતદાર કચેરી વ્યારા ખાતે આવેલ હોવાનુ ધ્યાને આવતાં તેઓને મળવાપાત્ર લાભ માટેના તમામ કાગળો એક જ દિવસમાં તૈયાર કરાવી વૃધ્ધ સહાયનો મંજુરી હુકમ તૈયાર કરાવી તેઓના ઘરે જઈ સુપ્રત કરતા રમેશભાઇએ તંત્રની આ કામગીરીની પ્રસંશા કરી કલેક્ટરશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.
વ્યારા તાલુકામાં છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન ઝુંબેશ ચલાવી ગંગા સ્વારૂપા આર્થિક સહાય યોજના અંગેના-૨૮૮૭, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અંગેના-૧૧૦૨, નિરાધાર વૃધ્ધ સહાય યોજના અંગેના-૫૨ વ્યક્તિઓના લાભો મંજુર કરવાના હુકમો કરી કુલ – ૪૦૪૧ લાભાર્થીઓને મળવાપાત્ર સહાયની રકમ દર માસે ડી.બી.ટી. યોજના મારફતે સીધા જ તેઓના ખાતામાં જમા કરાવવામાં આવી રહેલ છે. આ ઉપરાંત પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીઓ બાકી રહી જતા હોય તો તેઓની અરજીઓ ગામના તલાટી અથવા સરપંચશ્રી મારફતે મામલતદાર કચેરીમાં મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other