“કોરોના” બ્રેકિંગ : ડાંગમાં આજે નોંધાયા બે “કોરોના” કેસ

Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૩૦: આજ રોજ ડાંગ જિલ્લામાં નવા બે “કોરોના” કેસ નોંધાવા પામ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગારખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીપલાઇદેવી સબ સેન્ટર) હસ્તકના પીપલપાડા ગામે એક “કોરોના” પોઝેટિવ કેસ સામે આવ્યો છે.
પીપલપાડા ખાતે ૬૦ વર્ષીય મહિલાનો “કોરોના” રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. તંત્ર એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઇ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર (પૂ) ઉ.વ.૪૦ નો “કોરોના” રિપોર્ટ પણ પોઝેટિવ આવેલ છે. આમ, જિલ્લામાં આજે બે નવા કેસ નોંધાયા છે.
–