વ્યારા રોટરી અને રોટરેક્ટ ક્લબનો પદગ્રહણ કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ વ્યારાનો 48 મો પદગ્રહણ કાર્યક્રમ ની તા. 26/7/2020 ના રવિવારે દક્ષિણાપથ સ્કુલ માં 48 વૃક્ષ રોપી ને શરુઆત કરી. તેમની સાથે રોટરેક્ટ ક્લબનો 4 થો પદગ્રહણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
રોટરી ક્લબ વ્યારાનાં પ્રમુખ તરીકે રો. ગૌરાંગભાઈ દેસાઈ અને મંત્રી તરીકે રો. હિતેશભાઈ ગાંધી તથા તેમની ટીમે શપથ લીધા હતા. શપથવિધિ રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર નોમીની રો. શ્રીકાંતભાઈ ઈંન્દ્રાણી એ ઓનલાઈન કરાવી હતી.
રોટરેક્ટ ક્લબનાં પ્રમુખ તરીકે રોટ. નિમેષ શીમ્પી અને મંત્રી તરીકે રોટ. મોહમ્મદ મુનશી અને તેમની ટીમે શપથ લીધા હતા. શપથવિધિ રોટરેક્ટ ડી.આર.આર રોટ. સ્વપ્નીલ ગૌડે ઓનલાઈન કરાવી હતી.
સમારંભનાં અતિથિ વિશેષ તરીકે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના આસીસ્ટન્ટ ગવર્નર રો. અચલ દેસાઈએ ઓન-લાઈન હાજરી આપી હતી. સમારંભમાં રોટરી ડીસ્ટ્રીકટ ટીમ વતી સાઉથ અને મહારાષ્ટ્ર ઝોનનાં પબ્લિક ઇમેજ કોર્ડિનેટર રો. મયુરભાઈ શાહે રો. ગૌરાંગભાઈ દેશાઈ ને “પ્રેસિડેન્ટ કોલર” પહેરાવ્યો હતો. ગત વર્ષની કામગીરીનો અહેવાલ રો. નિલેષભાઈ સોની એ રજૂ કર્યો . રો. સમીરભાઈવાણીએ અતિથિ વિશેષનો પરિચય આપ્યો હતો.
નવા વરાયેલા પ્રમુખ રો. ગૌરાંગભાઈ દેસાઈ એ સમગ્ર વર્ષમાં કરવા જેવા પ્રોજેક્ટોની માહિતી આપી અને તેમાં સહુનો સહયોગ મળશે એવી અપેક્ષા વ્યકત કરી.
ગતવર્ષનાં રોટરેક્ટ પ્રમુખ રોટ. રસ્કિન પંડયાએ તેમની કામગીરી અંગે પ્રતીભાવ આપ્યો હતો અને નવા વરાયેલા પ્રમુખ રોટ. નિમેષ શીમ્પી એ સહુ મિત્રોના સાથ સહકારથી કલબની કામગીરી કરવાની ખાત્રી આપી.
રો. દિપેનભાઈ શાહે વ્યારા રોટરી કલબનાં ભુતપુર્વ પ્રમુખ રો. મયુરભાઈ શાહ કે જેઓ બે વર્ષથી રોટરી ડીસ્ટ્રીકટની પોસ્ટ શોભાવી રહ્યા છે તથા રોટરેક્ટ ક્લબનાં ભુતપુર્વ પ્રમુખ રોટ. માનવ શેઠ કે જેઓ પણ બે વર્ષથી ડીસ્ટ્રીકટ પોસ્ટ શોભાવી રહ્યા છે – આ પ્રસંગે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રો. મીતેશભાઈ સુરતી એ કર્યુ હતુ.