સોનગઢ પોલીસ દ્વારા કુલ 444 અબોલ પશુઓને ઉગારી લઈ 4 આરોપીઓ ઝડપી પાડ્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ સોનગઢ પોલીસ દ્વારા કુલ 444 અબોલ પશુઓને ઉગારી લઈ 4 આરોપીઓ ઝડપી પાડ્યા હતાં.
સોનગઢ પોલીસ દ્વારા આજરોજ તા.29મી ની મોડીરાત્રે 1:30 વાગેનાં સુમારે સોનગઢનાં નવા આર.ટી.ઓ. પાસે દસ લાખની કિમતની બે ટ્રક નં. જી.જે. 31-T 2493 અને નં. જી.જે. 31-T 2307 સાથે ડ્રાઈવર, ક્લીનર મળી 4 ઈસમોએ તેમના કબ્જાની ટ્રકમાં એકબીજાની મદદગારીથી વગર પાસ પરમિટે કુલ 444 ઘેંટા તેમજ બકરા બંને ગડીઓમાં ખીચોખીચ ભરી અને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લય જતાં પોલીસનાં હાથે પકડાય ગયા હતા.
સોનગઢ પોલીસે બે ટ્રક તથા ચાર આરોપીઓ ( ૧ ) રાકેશ ભાઇ લાલજીભાઈ મીણા રહે . કંડાલ પસતપલા ફળીયુ તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજસ્થાન ) ( ૨ ) રાજુસિંગ જવાનસિંગ રાઠોડ રહે. મેઘરાજ નવા બસ સ્ટેશન ની પાછળ ઇન્દ્રનગર સોસાયટી તા. મેઘરાજ જી . અરવલ્લી ( ૩ ) રાજેન્દ્રસિંહ રણજીતસિંહ રાઠોડ રહે . રેલીયો મુખી ફળીયુ ના મેઘરાજ જી અરવલ્લી ( ૪ ) ભરતભાઇ હાથીભાઇ રાઠોડ રહે. રેલીયો મુખી કળીયુ તા. મેધરાજ જી. અરવલ્લીને ઝડપીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ સોનગઢ પોલિસ સ્ટેશનનાં અ.હે.કો. ભાવેશભાઈ માનસિંગભાઈ કરી રહ્યાં છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *