વાલોડ પોલિસે બાતમીનાં આધારે એક મહીનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સિકંદરને ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે , પોલીસ અધિક્ષક શ્રી તાપી – વ્યારા તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ આપેલ સુચના તથા નાસતા ફરતા આરોપીઓને ધરપકડ કરવાની રાખેલ ડ્રાઇવ આધારે વાલોડ પોલીસ વોટેડ આરોપીઓની તપાસમાં હતી દરમ્યાન આજ રોજ વાલોડ પો.સ.ઇ. પી.એમ. અમીનને ખાનગી રાહે બાતમી મળેલ કે , સુરત ગ્રામ્ય માગરોલ પો.સ્ટે . ગુ.ર.નં -૧૧૨૧૪૦૩૩૨૦૦૬૮૬ ) ૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૦૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ , ૧૧૪,૧૨૦ ( બી ) મુજબના કામે છેલ્લા એક મહીનાથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સિકંદર હનીફ મલેક રહે વાલોડ બાપુનગર તળાવની પાળ તા.વાલોડ જી.તાપી વાલોડ ટાઉનમાં આવેલ મારૂતી સુઝુકીના શો રૂમની બાજુમાં ખાઉદર ગલી ખાતે આવેલ છે . તેવી પાકી બાતમી મળતા પો.સ.ઇ. પી.એમ. અમીન તથા વાલોડ પો.સ્ટે.ના ASI રૂપસીંગભાઇ નાનીયાભાઈ બ.નં -૩૦૦ તથા અ.હે.કો ધર્મેશભાઇ ઉમેશભાઇ બ.નં -૬૮૭ તથા પો.કો પિયુશભાઇ રામુભાઇ બ.નં -૪૦૯ નાઓ સાથે બાતમીવાળી જગ્યાએ જતા એક ઇસમ હાજર મળી આવેલ જે પોલીસને જોઇ ભાગવા લાગતા તેને કોર્ડન કરી પકડી લઇ તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ આરોપી સિકંદર હનીફ મલેક ઉ.વ .૨૩ રહે વાલોડ બાપુનગર તળાવની પાળ તા.વાલોડ જી.તાપીનો હોવાનું જણાવેલ જેને ગુના સંબંધે પુછપરછ કરતા તેને ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત કરતા આરોપીને ગુનાના કામે અટક કરવા આરોપીનો કબ્જો સંભાળી વાલોડ પોલીસ સ્ટેશન ખાતે લાવી કોરોન્ટાઇન રૂમમાં યોગ્ય પોલીસ જાપ્તા સાથે કબજામાં રાખવામાં આવેલ છે . અને માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.