તાપી જિલ્લાના તમામ ખેડુત મિત્રો ભૂગર્ભ/સ્ટોરેજ ટાંકી માટે સહાય મેળવવા જોગ..
ખેડૂતોએ સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) : તા.૨૯ઃ તાપી જીલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના માટે ikhedut.gujarat.gov.in પોર્ટલ પરથી તા.૨૫/૦૮/૨૦૨૦ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ જૂથમાં અરજી કરવાની રહેશે, જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં ખર્ચના ૫૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાકી ભૂગર્ભ/સ્ટોરેજ ટાંકી સાથે ઈલેકટ્રીક રૂમ, ઈકટ્રીક પેનલ બોર્ડ અને ઈલેકટ્રીક પંપ/મોટર સહિતની સામગ્રીનો સમાવેશ કરવાનો રહેશે. આ યોજનામાં સહાય મેળવવા માટે ઓછામાં ઓછી દસ (૧૦) હેકટર જમીન પિયત હેઠળ આવરી લેવાની રહેશે. જેમાં પાંચ (૦૫) કે તેથી વધારે ખેડૂતોનું જુથ રચી, તે પૈકીના કોઈપણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં જ ટાંકો બનાવવાનો રહેશે. સદર યોજનાની સહાય માટે જુથના તમામ ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત પધ્ધતિ/ ફુવારા પધ્ધતિ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે. જેથી ઉપર્યુક્ત યોજનામાં સહાય મેળવવા સમય મર્યાદામાં દરેક ખેડૂતોએ અરજી કરવા માટે (૧) ૭/૧૨, ૮અ (૨) બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ( IFSC CODE સાથે) (૩) આધારકાર્ડની નકલ, જેવા સાધનિક કાગળો જરૂરી છે. ગ્રામ પંચાયતમાં જઈને VCE (કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા ઓનલાઈન અરજી કરીને, અરજીની પ્રિન્ટ લઇ ખેડૂત અરજદારે સહી કરી લાગુ પડતા ખેતીવાડીના ગ્રામસેવકને અરજી કર્યાના દિન -૭ માં જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી જમા કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તાપી-વ્યારા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે આપના સેજાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે એમ જણાવાયું હતુ.
૦૦૦૦