જાખલા ગામે આવેલા હારૂન પોલ્ટ્રી ફાર્મમાં દીપડો નજરે પડતાં અને વન વિભાગે પાંજરૂ ગોઠવતાં દીપડો પાંજરે પુરાયો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વન વિભાગની પીપલવાડાની બેડધા બીટમાં આવતાં સુરત જિલ્લાના જાખલા ગામે નૂર મોહમ્મદ ગોસલાનું હારૂન પોલત્રીફાર્મ આવેલું છે આ પોલત્રીફાર્મમાં થોડા દિવસ અગાઉ દિપડો નજરે પડ્યો હતો, જેથી પોલત્રીફાર્મનાં માલિકે વન વિભાગને જાણ કરતાં વન વિભાગે આ પોલત્રીફાર્મ ખાતે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું, ત્યારબાદ ગત રાત્રી દરમિયાન પોલત્રીફાર્મ લટાર માળવા આવેલો દિપડો મારણ જોઈ પાંજરામાં પ્રવેશતાં દિપડો પાંજરે પુરાઈ જવા પામ્યો હતો, વન વિભાગે દીપડાનો કબજો મેળવી વનમાં સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે,દિપડો આશરે દોઢ વર્ષની ઉંમરનો હોવાનું વન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું છે.